કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો વિવાદ હજુ શમ્યો નથી. તેની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો કથળ્યા છે. આવી સ્થિતિમાં મોગાની દવિંદર બંબીહા ગેંગના ખાલિસ્તાની સુખદૂલસિંહ ઉર્ફ સુખ્ખા દુનેકેની બુધવારે રાતે કેનેડાના વિનિપેગ શહેરમાં હત્યા કરાઈ હતી. આરોપીઓએ સુખદૂલસિંહને લગભગ ૧૫ ગોળીઓ મારી હતી, જેમાંથી ૯ ગોળી માથા પર મારવામાં આવી હતી. આ અંગે વિવાદ સર્જાય તે પહેલાં ભારતની જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાની જવાબદારી લીધી છે.