ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સોમવારે મોડી રાત્રે ભટિંડા જેલથી ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બિશ્નોઈના પેટમાં ઈન્ફેક્શનની વાત સામે આવી છે. લોરેન્સ બિશ્નોઈના વકીલોએ દાવો કર્યો છે કે, બિશ્નોઈને તાવ પણ છે.