ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકામાં ઝડપાઈ ગયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સોમવારે મુંબઈ પોલીસના સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનમોલ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો છે અને હત્યાના અનેક કેસમાં વોન્ટેડ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અનમોલ કેલિફોર્નિયામાં પકડાયો છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, અનમોલ બિશ્નોઈની પૂછપરછ કર્યા પછી, અમેરિકી સત્તાવાળાઓ તેને હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંબંધમાં કેનેડિયન સત્તાવાળાઓને સોંપી શકે છે અને પછી ભારતીય અધિકારીઓ તેને કસ્ટડીમાં લઈ શકે છે.