ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજમાં જ્યારે મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ફાયરિંગ થયું હતું, જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગેંગસ્ટર અતીકના પુત્રનું અગાઉ એન્કાઉન્ટર થયું હતું.