ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ અને હત્યાના મામલે પ્રવર્તતો રોષ હજુ શમ્યો નથી ત્યાં ૮મી ઓક્ટોબરે રાજ્યના ચિત્રકૂટ જિલ્લામાં ૩ હેવાનોએ એક દલિત સગીરા પર કલાકો સુધી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ નરાધમો સગીરાના હાથ-પગ બાંધીને નાસી છૂટયા હતા. બળાત્કાર પીડિતાએ આત્મહત્યા કરી લીધી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
ચિત્રકૂટ જિલ્લાના કૌમરહા કા પૂર્વા ગામમાં બનેલી ઘટનામાં પરિવારજનોએ આરોપ મૂક્યો હતો કે, ૮મી ઓક્ટોબરના રોજ દલિત સગીરા શૌચક્રિયા માટે ખેતરમાં ગઈ હતી ત્યારે ૩ વ્યક્તિએ તેનું અપહરણ કર્યું હતું. ગામના જ આ ૩ લોકોએ સગીરા પર કલાકો સુધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેના હાથ-પગ બાંધીને નજીકની નર્સરી પાસે નાખી નાસી છૂટયાં હતાં. પીડિતાની માતાએ આરોપ મૂક્યો હતો કે, ૩ વ્યક્તિ મોટરસાઇકલ પર તેની દીકરીને ઉઠાવી ગયાં હતાં. તે અમને હાથ-પગ બાંધેલી અવસ્થામાં નર્સરી પાસેથી મળી આવી હતી. અમે તેને આરોપીઓના નામ પૂછવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે એટલી આઘાતમાં હતી કે કશું બોલી શકી નહોતી. અમે પોલીસને પણ જાણ કરી હતી પરંતુ તે કશું કહી શકવાની સ્થિતિમાં નહોતી.