હરિયાણાના ફતેહાબાદ વિસ્તારના એક ગામમાં પાંચ યુવકોએ 10મા ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પીડિતાને ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. અંતિમ શ્વાસ લેતા પહેલા પીડિતા તેના પિતાને આપવીતી જણાવી છે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે છ શખ્સો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.