ગાંધીનગર જિલ્લાના કલોલમાંથી ઝડપાયેલી ગેન્ગ છરીની અણીએ યુવતીઓ સાથે નગ્ન ફોટા પાડીને બ્લેકમેલ કરતી હતી. તાજેતરમાં કલાલ પાસે એક આધેડને આ ગેન્ગનો ખરાબ અનુભવ થયો હતો. બાળકો સાથે લિફ્ટ માંગનાર મહિલાએ ઘરે આવવા આગ્રહ કર્યો ત્યારે ગેન્ગના સભ્યોએ છરી બતાવી આધેડના મહિલાઓ સાથે નગ્ન ફોટા પાડીને પૈસા માગ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરાતાં ગેન્ગ ઝડપી લેવામાં આવી છે.