શહેરની મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ઉચ્ચ અધિકારી દબાણ દૂર કરાવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે જ અચાનક તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યૂટી કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો છે. દબાણ દૂર કરાવવા માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ નજીક દબાણ દૂર કરાવવાની કામગીરી કરવા માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાની ટીમ દબાણ દૂર કરી રહી હતી. ત્યારે અચાનક જ ત્યાં હાજર ટોળાએ ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં ડેપ્યૂટી કમિશનર રમ્ય ભટ્ટને ખૂબ જ માર માર્યો હતો. હાલ તેમને લોહીલુહાણ હાલતમાં SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.