પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા અને નાગરિકો દ્વારા સ્થાનિક સમસ્યાઓ અંગે કરવામાં આવતી રજૂઆતના પ્રશ્નોનું નિરાકરણ એક જ સ્થળેથી આવી શકે તે માટે ગાંધીનગરમાં રૂ. ૨ કરોડના ખર્ચે અર્બન ભવન બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારતના આયોજન હેઠળ ગુજરાતના શહેરોને અને નાના નગરોને વધુ સ્વચ્છ બનાવવા માટે રૂ. ૨૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.