Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખરે વાયબ્રન્ટ ગુજરાત સમિટને (Vibrant Gujarat Summit)રદ કરવામાં આવી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં કોરોનાની (CORONA) સ્થિતિને કારણે વાયબ્રન્ટ સમિટને મૌકુફ કરાઇ હતી. હાલ રશિયા-યુક્રેન યુદ્ધની (Russia-Ukraine War)સ્થિતિને પગલે વૈશ્વિક માહોલને પગલે વાયબ્રન્ટ સમિટ રદ કરવામાં આવી છે. આખરે હવે તેને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે રદ કરવાનો જ નિર્ણય લઈ શકાય છે. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.

ડિફેન્સ એક્સપો પણ મુલવતી રખાયો
સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સપોને (Defense Expo)લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે મુલતવી રાખવામાં આવ્યો છે. આ ડિફેન્સ એક્સપો 10થી 14 માર્ચ સુધી યોજાવાનો હતો. હવે આ અંગે સમયાંતરે નવી તારીખ જણાવવામાં આવશે. આ એક્સ્પોમાં સંરક્ષણ મંત્રાલય દેશની સૈન્ય શક્તિ પ્રણાલીનું પ્રદર્શન કરે છે, સાથે જ અન્ય દેશો અને સંરક્ષણ સામાન બનાવતી કંપનીઓ પણ તેમાં ભાગ લે છે. ગાંધીનગરમાં યોજાનારા ડિફેન્સ એક્સ્પો 2022ને લઈને તડામાર તૈયારીઓ પણ શરુ થઇ ગઇ હતી. પરંતુ, રશિયા-યુક્રેનની યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઇને એક્સપો પણ મુલવતી રખાયો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ