Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. આના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14 મે 2021 થી ત્રણ દિવસ માટે 45 થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે.
ડૉ. જયંતિ રવીએ એમ પણ જણાવ્યું છે કે, 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021 થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે.
18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ