છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર ખેડુતોને ખેતર સમજી કૌભાંડની ખેતી કરી રહી છે. ભાજપ સરકાર ખેડુતલક્ષી અને સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારની દરેક ખેડુતલક્ષી યોજનાઓમાં ખેડુત માત્ર નામનો જ હોય છે .મલાઈ બધી સરકારના મળતીયાઓ તારવી જાય છે. પાકવિમા કૌભાંડ, જમીન માપણી કૌભાંડ, નહેરોમાં ગાબડા કૌભાંડ, સૌની યોજનામાં કૌભાંડ, મગફળી કૌભાંડ, ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ જાણે કૌભાંડોની હારમાળા સર્જાઈ છે. ભ્રષ્ટાચારના ભોરીંગે અજગર ભરડો લીધો છે. આ બધી બાબતોને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા “ખેડૂતો સંવેદના યાત્રા’’ ગાંધીધામથી ગાંધીનગર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
21/06/2019 ના રોજ ગાંધીધામ સ્થિતિ કિરણ એચ પુંજ કંપની ના વિનાયક 3 ગોડાઉન પર કિસાન કોંગ્રેસ, સૌરાષ્ટ્ર માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસીએશન, ખેડુત આગેવાનો દ્વારા ગાંધીધામ ખાતે આવેલા ગોડાઉનમાં જનતા રેડ કરતાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં માટી, ઢેફા, કાંકરા, પથ્થર, ફોફા, કાંધુ હોવાનુ કૌભાંડ ખુલ્લુ પડ્યુ હતુ ત્યારથી લઈ અત્યાર સુધી સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં નથી આવ્યા જેના વિરોધમાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા " ખેડુતો સંવેદના યાત્રા " કૌભાંડના સબુત સાથે ગાંધીધામ થી ગાંધીનગર ટ્રેકટર યાત્રા કરવાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જે યાત્રા તારીખ 30/06/2019 ના રોજ સવારે દશ વાગ્યે ગાંધીધામ સરદાર પટેલના પ્રતિમા પાસેથી પ્રસ્થાન કરી ભચાઉ - સામખિયાળી - માળીયા - હળવદ રાત્રિના રોકાણ કરી બીજા દિવસે 01/07/20 19 ના રોજ હળવદથી ધાંગધ્રા - વિરમગામ - સાણંદ રાત્રિ રોકાણ કરી તારીખ 02/07/2019 ના રોજ સાણંદ ખાતેથી પ્રસ્થાન કરી ગાંધીનગર પહોચશે તેવું ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાલભાઈ આંબલિયા જણાવ્યું હતું.
આ સમગ્ર યાત્રામાં રાજીવ સાતવજી, અમિતભાઇ ચાવડા, પરેશભાઈ ધાનાણી, નાનાભાઉ પટોલે(ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસ ચેરમેન) જીતેન્દ્ર બઘેલજી, બિષ્વરંજન મોહંતિ, સિધ્ધાર્થભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસના હોદેદારશ્રીઓ જોડાશે