ગાંધીનગર જિલ્લાનાં તાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારો સિરિયલ કિલર અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. વોન્ટેડ સિરિયલ કિલર મોનિશ માલી સરખેજમાંથી ઝડપાયો છે. આ હત્યારો છેલ્લા 11 મહિનાથી પોલીસથી બચીને અલગ-અલગ જગ્યાએ ફરતો હતો. પોલીસે થોડા સમય પહેલા ગાંધીનગરનાં એક સીસીટીવીમાં તેને ઝડપી પાડ્યો હતો. જે બાદ પોલીસે આરોપીનાં માથે ઇનામ પણ જાહેર કર્યું હતું. એટીએસે આ અંગેની માહિતી આપવા માટે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. એટીએસ, ડીવાયએસપી, બી.પી રોઝિયાએ જણાવ્યું કે તે ક્રાઇમ પેટ્રોલ જોઇને લોકોને મારવાનું શીખ્યો હતો.
ગન ચોરીને યુટ્યુબ પરથી ચલાવતા શીખ્યો
એટીએસ, ડીવાયએસપી, બી.પી રોઝિયાએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, મોનિસ નામના હત્યારાએ પહેલા બે ગુનામાં ચોરીનું એક્સેસ વાહન જ્યારે છેલ્લા એક ગુનામાં એક્ટિવાની મદદથી હત્યાને અંજામ આપ્યો હતો. આ હત્યામાં વપરાયેલું સાધન (ગન) તેણે સાબરમતી ડી કેબિન પાસેથી ઇન્ડિયન ઓર્ડિયન્સ ફેક્ટરીનાં એક માણસને ત્યાંથી ચોર્યું હતું. તેણે આ સાધન 2016માં ચોર્યું હતું તેનો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તે યુટ્યુબ પરથી આ સાધનને ચલાવતા શીખ્યો હતો. જે બાદ તેણે આ સાધનથી ડરાવીને ગાંધીનગર અમદાવાદની કેનાલ પર અસંખ્ય લોકોને લૂંટ્યા છે. આમાંથી જે લોકો તેને કંઇ ન આપે તેને તે મારી નાંખતો હતો. આ ત્રણ લોકોએ રૂપિયા ન આપતા તેમની હત્યા કરવાનું આ કબૂલે છે.