વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત બાદ ભાજપે નવી સરકારની રચના કરશે. શાનદાર જીત બાદ નવી સરકારની શપથ વિધિ એક મેગા શો બની રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. નવી સરકારની શપથ વિધિની શાહી તૈયારી ગાંધીનગરમાં શરૂ કરવામાં આવી છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથ વિધિની શાહી તૈયારી શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરાશે. તો શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ 3 અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય પ્રધાન સહિત અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો હાજર રહેવાના હોવાથી વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.