પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 163મી જન્મજયંતિ નિમિતે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહત્વની વાત તો જાહેર સભાઓ કાર્યક્રમો મહાપુરુષોના નામની દુહાઈઓ દેતા એક પણ નેતા કે ધારાસભ્યને પુષ્પાંજલિ અર્પણ કરવાનો સમય ન હતો.
પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનો 4 ઓક્ટોબર 1857ના રોજ માંડવી ખાતે જન્મ થયો હતો. તેઓએ માંડવી અને ભુજ ખાતે પ્રાથમિક શિક્ષણ લીધા બાદ મુંબઈથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ઈંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયા. તેઓ બેરિસ્ટર થયા બાદ ભારત ફર્યા, તેઓ જાહલવાદી રાજકારણમાં જોડાયા. ત્યારબાદ તેઓ ઈંગ્લેન્ડ વસવાટ માટે ગયા. એ દરમિયાન તેઓ એ વર્ષ 1905માં ઇન્ડિયન સોશિયાલિસ્ટ પત્ર શરૂ કર્યું હતું.
અંગ્રેજોની ગુલામી મુક્ત કરાવવા માટે તેમણે વિદેશમાં રહીને અભિયાન શરૂ કર્યું. એટલું જ નહીં તેઓ ઇંગ્લેન્ડ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. મહત્વની વાત તો એ છે કે વિદેશ જઈને પણ ભારતની આઝાદી માટે સતત કાર્યશીલ રહેનાર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને ભારત લાવવામાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો સવિશેષ રહ્યો હતો.