રાજ્યના નાણાં વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં તમામ કર્મચારીઓને સવારના 10.30 થી સાંજના 6.10 સુધી નિયમિત ફરજ પર હાજર રહેવા જણાવ્યું છે. સચિવાલયના કર્મચારીઓ કચેરીમાં 10 મિનિટ મોડા આવશે કે વહેલા જશે તો અડધા દિવસની રજા ગણાશે. આકસ્મિક સંજોગોમાં કર્મચારીઓએ ઉપરી અધિકારીને જાણ કરવાની રહેશે.
આ પરિપત્ર અનુસાર જે કર્મચારી એક માસમાં બે વખત નિયત કચેરી સમયના 10 મિનિટ પછી એટલે કે સવારના 10.40 બાદ કચેરીમાં આવશે અથવા સાંજે 6.00 પહેલા કચેરી છોડી જશે તો તેવા કિસ્સામાં જો ત્રીજી વખત 10 મિનિટ મોડા કચેરીમાં આવશે અથવા ૧૦ મિનિટ વહેલા કચેરીમાંથી જશે તો તે કર્મચારી / અધિકારીના ખાતે તે દિવસની અડધા દિવસની રજા ઉધારવામાં આવશે.