સુરતમાંથી નકલી IPS ઓફિસર ઝડપાયા બાદ હવે ગાંધીનગરમાંથી નકલી FCIનો ડાયરેક્ટર ઝડપાયો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે વિઝિટિંગ કાર્ડ છપાવીને સરકારી કચેરીઓમાં ફરતા ઠગને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. હાલ તેની સામે ગુનો દાખલ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.