સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોનાનો કહેર હવે ભારતમાં પણ વર્તાઈ રહ્યો છે ગુજરાતમાં પણ કોરોનાના શંકાસ્પદ કેસોમાં રોજબરોજ વધારો થઇ રહ્યો છે. એક તરફ ગુજરાતના રાજકારણમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. અને બાકીના ધારાસભ્યોને ડેમેજ કંટ્રોલથી બચાવવા કોંગ્રેસ જયપુર લઇ ગઈ છે. ત્યારે આ બધાની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં ગૃહમાં જણાવ્યું હતું કે, "ગુજરાત કરતાં રાજસ્થાનમાં કોરોના વાયરસનો કહેર વધારે છે. આ સ્થિતિમાં કોંગ્રેસના સદસ્યો રિસોર્ટમાં રોકાયેલા છે. રાજ્યની સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખતા આ તમામ સદસ્યોના વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરતા પહેલાં કોરોના વાયરસના ટેસ્ટ કરાવવા જોઈએ. જો વિધાનસભા અધ્યક્ષ મંજૂરી આપશે તો રાજસ્થાન ગયેલા વિધાનસભાના સદસ્યોનાં સ્વાસ્થ્યની ચકાસણી કરાશે. જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય સારૂ હશે તેને જ ગૃહમાં પ્રવેશ મળે તેવું મારૂ આરોગ્ય મંત્રી તરીકે મંતવ્ય છે."