ગુજરાત સહિત દેશભરમાં આજે 26 જાન્યુઆરી 2024ના રોજ 75મા ગણતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના કોબામાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય, કમલમમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં ધ્વજવંદન કર્યુ હતુ.
ગાંધીનગરના કમલમમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે કેટલાય શહીદ વીરોએ પ્રાણનું બલિદાન આપી આઝાદી અપાવી છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શહીદોની કલ્પનાનું ભારત બની રહ્યું છે.