રાજ્યમાં પેટાચૂંટમી પહેલાં સરકાર એક્શ મોડમાં આવી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. રોજ સરકાર દ્વારા એક પછી એક પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવે છે. જેમાં આજે ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યના વધુ 10 લાખ પરિવારનો સસ્તા દરે રાહત દરે અનાજ વિતરણનો લાભ મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ નિર્ણયને તેમના જનસંપર્ક અધિકારી મારફતે જાહેર કરવામાં આવ્યો છે.
સરકારી અખબારી યાદી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી 50 લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે. હવે NFSAના મળવાપાત્ર તમામ લાભો આ વધુ 10 લાખ પરિવારને પણ મળશે
અખબારી યાદીમાં વધુમાં ટાંક્યા મુજબ, આ યોજના અંતર્ગત રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે. NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે
અખબારી યાદીની જાહેરાત મુજબ શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો મુખ્યમંત્રીએ સંવેદના સ્પર્શી અભિગમ અપનાવ્યો છે. બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને NFSA લાભ આપી રાહત દરે અનાજ વિતરણ થશે