‘’માતૃભાષાની આંગળીએ, અંગ્રેજીનો સથવારો’’ વિષયને લઈને 24 થી 28 ફેબ્રુઆરી ગાંધી સંસ્થાઓના વિદ્યાર્થીઓ અંગ્રેજીમય બનશે. પાંચ દિવસમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાની માનસિક કસરત કરશે. ગ્રામ દક્ષિણામૂર્તિ,આંબલામાં 880 અને કસ્તુરબા ઉત્તર બુનિયાદ, મોટી પાણીયાળીમાં 1280 વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કવાયતમાં જોડાશે. આ પાંચ દિવસ શિક્ષકો-વિદ્યાર્થીઓ સહજીવન જીવશે, અંગ્રેજી બોલશે, સમજશે અને આત્મવિશ્વાસ કેળવશે. (સ્ત્રોત – ફૂલછાબ)