ગુજરાતમાં હાથ ધરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં પોરબંદર છેલ્લા નંબરે આવ્યું. ગુજરાતમાં 31 શહેરોનું સર્વેક્ષણ હાથ ધરાયુ, તેમાં પોરબંદર સૌથી છેલ્લુ રહ્યું. મતલબ કે તે સૌથી ગંદુ છે.સર્વેમાં શૌચાલય કામગીરી, ડોર ડુ ડોર કચરો, કચરાનો નિકાલનું યોગ્ય સ્થળ, લોકજાગૃતિ જેવા પાસા ચકાસાયા. બીજી ઓક્ટોબરે પોરબંદરમાં મુખ્યમંત્રીએ હાથમાં ઝાડુ લઈ ફોટોસેશન કરેલું, ત્યારે તંત્રએ સફાઈના ગાણા ગાયેલા, પણ સત્ય સામે આવ્યું.