દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૯માં ૧૬ જાન્યુઆરી ના દિવસે ભાવનગરના મણાર ગામે ગાંધી મૂલ્યો આધારિત ૧૫૦ ગામોને જોડતી ૧૫૦ કિલોમીટર લાંબી પદયાત્રા યોજવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની આગેવાનીમાં ૧૬ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કૂચ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આજે એ વાત ને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે તે ઐતિહાસિક દિવસની યાદમાં આજે ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ "પદયાત્રા દિવસ" તરીકે ઉજવણી સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની આગેવાનીમાં ૧૬ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કૂચ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આજે સવારે ૮:૩૦ કલાકે મણાર ગામે ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા ખાતે સ્વાગત પ્રાર્થના ગીત સાથે પદયાત્રા ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ પદયાત્રા વાળા ૧૫૦ કિલોમીટર ના રૂટ ને "ગાંધિકૂચ માર્ગ"ના નામાભિધાન ની તકતી ખુલ્લી મૂકવામાં આવી હતી. જણાવી દઈએ કે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી માંડવીયા એ કહ્યું હતું કે, "નવી પેઢી ગાંધી મૂલ્યોને જાણે અને સાચા અર્થમાં સમજે તે ઉદ્દેશ સાથે પદયાત્રા કરવામાં આવી હતી. ગાંઘી મૂલ્યો જેટલા તેમના જીવનમાં પ્રસ્તુત અને શાશ્વત હતા એટલા જ આજે પણ શાશ્વત અને પ્રસ્તુત છે, અને ભવિષ્યમાં પણ રહેવાના છે."