ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ગાંધી જયંતિ પ્રસંગે સોશિયલ મીડિયા પર 'ગોડસે જિંદાબાદ'ના ટ્રેન્ડ અંગે નારાજગી વ્યક્ત કરી છે. વરૂણ ગાંધીએ જણાવ્યું કે, જે લોકો 'ગોડસે જિંદાબાદ' ટ્વીટ કરી રહ્યા છે તે લોકો દેશને બિનજવાબદાર રીતે શરમજનક સ્થિતિમાં મુકી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નથુરામ ગોડસેએ 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. આ માટે ગોડસેને ફાંસીની સજા આપવામાં આવી હતી.