આજે વિશ્વભરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કિર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા.
ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદરના કિર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. સાથે જ સર્વધર્મ પ્રાર્થનામાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ શુદ્ધિ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિ મંદિર આવતા વિશ્વભરના લોકોને સર્વ ધર્મ પ્રાર્થનાથી નવું બળ મળે છે.