તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજી એકબાજુ સમગ્ર દેશનો પ્રવાસ કરીને બીન-કોંગ્રેસી વિપક્ષને સાથે લાવીને નેતૃત્વના પ્રયાસ કરી રહ્યા છે અને તેમણે વિપક્ષમાં હવે યુપીએ જેવું કશું છે નહીં તેમ કહી કોંગ્રેસની ઝાટકણી કાઢી છે તેવા સમયમાં હવે તેમના રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ ગાંધી પરિવાર પર હુમલો કર્યો છે. પ્રશાંત કિશોરે વિપક્ષના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ગાંધી પરિવાર પાસે વિપક્ષના વડા થવાનો દિવ્ય અધિકાર નથી. તેમની આ ટીપ્પણીનો કોંગ્રેસે આકરો વિરોધ નોંધાવ્યો હતો.
ગાંધી પરિવાર પર હુમલો કરતાં પ્રશાંત કિશોરે વિપક્ષના નેતૃત્વ પર સવાલ કરતાં જણાવ્યું હતું કે, તેનો નિર્ણય લોકતાંત્રિક રીતે થવો જોઈએ. કોંગ્રેસ વિશેષરૃપે ગાંધી પરિવાર પાસે તેનો દૈવી અધિકાર નથી. તેમાં પણ ખાસ કરીને તેવા સમયે જ્યારે ગાંધી પરિવારના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષમાં કોંગ્રેસે ૯૦ ટકાથી વધુ ચૂંટણીઓમાં પરાજયનો સામનો કર્યો છે.