Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે વિદેશ બાબતોના સચિવ રવીશકુમારે જાહેર કર્યા પ્રમાણે, ટ્રમ્પ એરપોર્ટથી સીધા જ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. આમ, ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીઆશ્રમની સૂચિત મુલાકાતે હવે જશે નહીં. જોકે, ટ્રમ્પ બીજા દિવસે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજઘાટ ઉપર જઇ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે, તેમ સત્તાવાર જાહેર કરાયું છે. 

અમદાવાદમાં થનારા 22 કિમીના રોડ શોનો વિસ્તાર ઘટી ગયો છે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી અંદાજે 8 કિમીનો જ રોડ શો યોજાશે. એટલું જ નહીં. રોડ શો માટે ટ્રમ્પ અડધો કલાક પણ રોડ ઉપર રહેશે નહીં. જોકે, જનતાને તો રોડ શો માટે સવારે 10 વાગ્યા સુધીમાં રૂટના નિર્ધારિત સ્થળો ઉપર પહોંચી જવું પડશે અને ટ્રમ્પનો કાફલો પસાર થઇ ગયા પછી અડધા કલાકે ત્યાંથી પાછા જવા મળશે. આથી, સવારથી બપોરે ધોમધખતાં તાપમાં જનતાને પરસેવો પાડવો પડશે. પણ વિદેશી મોંઘેરા મહેમાનોની સીધી ઝલક જોવા મળશે નહીં.

અમેરિકી સુરક્ષા એજન્સીએ સમગ્ર રૂટના નિરીક્ષણ પછી ટ્રમ્પની મોટરકારને અમુક ગતિ મર્યાદાથી ધીમે હંકારવાનો ઇન્કાર કરી દીધો છે. સુરક્ષાના કારણોસર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને એમના પત્ની ક્યારેય ખુલ્લી મોટરકાર કે એવા કોઇ કોન્વેયમાં સામેલ થતાં નથી. જોકે, અહીં કેટલીક છૂટછાટ વચ્ચે એરપોર્ટથી સ્ટેડિયમના અંદાજે 8 કિમીના રસ્તા ઉપર 28 સ્ટેજ ઉપરથી પ્રસ્તુત થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી આર્મ્ડ અને બુલેટપ્રુફ ‘બિસ્ટ’ લિમોઝીન કારમાંથી જ નીહાળશે. આમ, તેઓ રોડ શો દરમિયાન અડધો કલાકથી વધારે સમય રહેવાના નથી. જોકે, સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે બન્ને મહાનુભાવો ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે લગભગ દોઢ કલાક પસાર કરશે. આ કાર્યક્રમ ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ’ના ઉપક્રમે યોજાઇ રહ્યો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ