રાજસ્થાનમાં રાજકીય હલચલ શાંત થવાનું નામ દેતી નથી. કોંગ્રેસી નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરીથી આરોપ મૂક્યો છે કે તેની સરકારને ઉથલાવવા માટે ફરીથી ખેલ શરૃં થવાનો છે. મંત્રીમંડળના વિસ્તરણ અગાઉ પક્ષના કાર્યકર્તાઓને સંબોધતાં ગેહલોતે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં પણ સરકારને ઉથલાવવાની ચર્ચા થઇ રહી છે. તેમણે ભાજપ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સક્રિય બનીને કોંગ્રેસી નેતાઓને મળી રહ્યા હોવાનું જણાવી સચિન પાઇલટ તરફ પણ આડકતરો ઇશારો કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે તેઓ અમારા વિધાનસભ્યો સાથે એક કલાકની બેઠક યોજી હતી અને તેમા દાવો કર્યો હતો કે ભાજપે પાંચ સરકાર ઊથલાવી દીધી છે અને છઠ્ઠી પણ ઉથલાવી રહ્યા છીએ. ગેહલોતે પાઈલોટ સામે સંકેત કરતાં વધુમાં જણાવ્યું હતું કે તે સમયે અજય માકન અને અન્ય અગ્રણીઓએ આ નેતાઓને કાઢી મુકવાનો નિર્ણય કર્યો ત્યારે સરકાર બચી હતી.