ભારત તેના 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. પ્રજાસત્તાક દિવસની પુર્વ સંધ્યાએ સરકારે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળોના જવાનો અને અન્ય માટે 412 વીરતા પુરસ્કારો અને અન્ય સંરક્ષણ પુરસ્કારોને મંજૂર આપી છે. આ પુરસ્કારોમાં ચાર મરણોત્તર સહિત છ કીર્તિ ચક્ર સામેલ છે. આ સિવાય બે મરણોત્તર સહિત 15 શૌર્ય ચક્રની જાહેરાત કરાઈ છે.