Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દારૂબંધી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત એ કહ્યુ કે, વ્યક્તિગત રીતે હું દારૂબંધીનું સમર્થન કરું છું. તેઓએ કહ્યુ કે, તેને એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો અને પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાત (Gujarat)માં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત  સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે. આ નિવેદન પર પલટવાર કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  કહ્યું કે, રાજસ્થાનનાં સીએમ અશોક ગહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી.

'ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ'

આ અંગે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, 'એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને રાજસ્થાનમાં બધી જ લોકસભાની સીટ કૉંગ્રેસ હારી ગયા પછી કોંગ્રેસને કળ વળી નથી. બધા કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય તેમ લાગે છે. ગેહલોતજીએ, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને સડા છો કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી. ગુજરાત કોંગ્રેસે જવાબ આપવો જોઇએ.

'ગેહલોતજીએ માફી માંગવી જોઇએ'

ગેહલોતજીએ તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ. રાજસ્થાનનાં મુખ્યમંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડી ન શક્યા તેથી ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપો કરવા તે તેમને શોભતું નથી. ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ