ગઢચિરોલી અને યુએનના મુખ્યમથક વચ્ચે હજારો કિ.મી.નું અંતર છે. પરંતુ 1 મે લેબર ડેના દિવસે એવું થયું કે જેને લઇને ટીમ અજીત ડોવોલ પુલવામા પછી ભારે મથામણો કરતા હતા તેમાં સફળતા મળી અને યુરેકા...યુરેકા....ની જેમ ગામ ગજવીને એલાન કરાયું- આતંકી મસૂદ અઝહર હવે સ્થાનિક નહીં પણ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો...! એ સમાચારની પાછળ પાછળ મહારાષ્ટ્ર દિને જ ગઢચિરોલીમાં આપણાં જ નાગરિકો એવા નક્સલીઓએ 15 જવાનો અને તેમના સારથીને શેનાથી શહિદ કર્યા? આઇઇડી થી. જેને લઇને એમ કહેવાયું કે આઇડી કરતાં ચૂંટણી આઇડી પાવરફુલ છે..! આઇડી પોતાનુ કામ કરે તે પહેલા આઇઇડીએ 15 જવાનોને શહિદ કરી નાંખ્યા. આ જવાનો એક પણ નક્સલીને હણ્યા વગર જ શહિદ થઇ ગયા. મસૂદ કહેતા આતંકવાદપર લગામ પડી પણ નક્સલવાદ પર કોઇ લગામ નથી. મસૂદને ગ્લોબલ( કેટલાકને તો પછા ગ્લોબલ સિવાય હવે ગમતુ નથી) આતંકી જાહેર કરવાં જે મહેનત અને જે દિમાગ લડાવવામાં આવ્યાં તેનાથી અડધી મહેનત નક્સલીવાદને ખતમ કરવા કરી હોત તો 15 જવાનો શહિદ થયા નહોત..! મસૂદ હાથમાં આવ્યો નથી પણ આપણાં 15 ગયા તેનું શું..? ના... એવું ના પૂછાય...નહીંતર દેશદ્રોહના ગુનાનો ફરમો તૈયાર જ છે...બસ ખાલી નામ અને સરનામુ લખવાનુ અને પછી...
મસૂદ મહત્વનો કે 15 જવાનો શહિદ થયા તેમની શહાદત...? જવાનોની વાત પછી...પહેલા મસૂદ......! આવો મોકો ક્યારે મળવાનો હતો...? અને મસૂદની જીતના ફટાકડાના અવાજમાં શહાદતના ડૂસકાં ડૂબી ગયા...! ખરેખર એ જીત છે ખરી...? નો...નો.. ના...ના...જરાય નહીં....કોઇ સવાલ નહીં, રાષ્ટ્રવાદ પહેલા બાકી બધુ પછી.....! મસૂદ પર લગામ લાગી તો ખરી પણ લગામ કોના હાથમાં છે...? દિલ્હીના હાથમાં કે ઇસ્લામાબાદના હાથમાં...? દાઉદ તો વર્ષોથી દુનિયાનો મોસ્ટ વોન્ટેડ ટેરરીસ્ટ જાહેર કરાયો છે પણ ન તો તેને હણવામાં આપણે મસૂદ જેટલા પ્રયાસો કર્યા કે ન તો અમેરિકા કે આવા કામમાં હોંશિયાર એવા ઇઝરાયલે ભારતને મદદ કરી. દાઉદ સલામત તેમ મસૂદ પણ સલામત. તેના પ્રવાસ પર પ્રતિબંધ એટલે તે હવે રૂબરૂ આતંકી કેમ્પમાં જઇ નહીં શકે. મસૂદની સારસંભાળ હવે લેશે પાકિસ્તાન. એટલે બિલાડીને દૂધ સાચવવા આપવા જેવુ થયું. મસૂદ પ્રત્યે કોઇ દયા હોઇ જ ના શકે. પણ તેને છૂટો રાખીને માત્ર ગ્લોબલ...ગ્લોબલથી સંતોષ લેવાને બદલે તેને હણવામાં અમેરિકા અને ઇઝરાયેલ છેક સુધી લોજીસ્ટીક સાથ આપે તેવું ના થાય..? અને હાં મસૂદની સાથે દાઉદ પણ હણાય. એકની સાથે એક ફ્રી...!
સમય સમયને માન છે. પુલવામાના શહિદો માટે કેટલું બધુ થયું હતું નહી... કરોડો રૂપિયા આપવાની જાહેરાતો થઇ. પુલવામા હુમલામાં શહિદ થયેલા પરિવારોને દત્તક લેવાયા અને કેટલી બધી મદદ મળી. એવું જ ગઢચિરોલીના શહિદો માટે થશે ને...? દેશના ગૃહમંત્રી રાજનાથસિંહ પુલવામાના શહિદોને કાંધ આપવા કડકડતી ઠંડીમાં છેક શ્રીનગર ગયા તેમ તેઓ ઉનાળાની આ ગરમીમાં ગઢચિરોલી માટે પણ કાંધ આપશે ને...? આ હુમલો છેલ્લો.... એવા પગલા લેવાશે કે નહીં...? પુલવામા વખતે કાશ્મિરીઓનો બહિષ્કાર કરો..એમ કહેનાર રાજ્યપાલ તથાગત રોયની ટ્વીટ ગઢચિરોલી માટે આવી...? 15 જવાનોને શહિદ કરનારકોણ હતા એ કોઇ નહીં કહે હવે...? ના, એવું ના હોય...આતંકીઓની કોઇ જાત હોતી નથી(પુલવામા સિવાય) તેમ નક્સલીઓની પણ કોઇ જાત હોતી નથી. એટલે બહિષ્કાર કોનો કરવો ભલા....પુલવામા વખતે જાત અને ધર્મ હતી પણ નક્સલી વખતે..? અરે... યાર એ તો આપણાં જ છે...એમની સામે થોડાં કાંઇ કડક પગલા લેવાય કે પછી 15 જવાનોને શહિદ કર્યા તો નક્સલીઓના જંગલો પર એરસ્ટ્રાઇક થાય કાંઇ...? ગાંડા થઇ ગયા છો...? એ તો ભાન ભૂલેલા અને ગેરમાર્ગે દોરવાયેલા ભલા ભોળા યુવાનો છે... તેમના હુમલા માફ. તેઓ 15 જવાનો મારે કે 30 પણ તેમના ઉપર કોઇ સર્જીકલ કે કોઇ બાલકોટિયા એર સ્ટ્રાઇક નહીં...જવાનો ભલે શહિદ થતાં....? છેક આવું...?
એક વળી નવું સંભળાય છે. આવી ઘટના પછી સુરક્ષા કમાન્ડરો બદલો લેવામાં આવશે....એવી જાહેરાત કરે....! અરે, ભાઇ એ કાંઇ કહેવાની વાત છે...? કરવાની વાત છે. ના...ના તમે સર્જીકલ સ્ટ્રાઇક કરી તો મિડિયાને કહીને ગયા હતા...? તો પછી નક્સલીઓ માટે આવી વાત કરીને તેમને ચેતવવાને બદલે આ 15 જવાનોની શહાદતને 12 દિવસ પૂરા થાય તે પહેલા નક્સલીઓનો મેઇન-મુખ્ય સૂત્રધાર ઠાર કરો.. કે પછી આચાર સંહિતા નડશે...?! 2022 સુધી રાહ જોવાશે..?!