મહારાષ્ટ્ર પોલીસના C-60 યૂનિટ અને નક્સલીઓની વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ગઢચિરૌલી સ્થિત એટાપલ્લીના જંગલમાં ઓછામાં ઓછા 6 નક્સલીઓના શબ મળી આવ્યા છે. ગઢચિરૌલીના ડીઆઇજી સંદીપ પાટીલ અનુસાર એટાપલ્લીના વન ક્ષેત્રમાં ચાલી રહેલા ઓપરેશનમાં ઓછામાં ઓછા 13 નક્સલી ઠાર મરાયા છે. પાટિલે કહ્યું છે કે એન્કાઉન્ટ વહેલી પરોઢે શરૂ થયું. તેમણે જણાવ્યું કે, જંગલમાં નક્સલીઓની ઉપસ્થિતિ વિશે જાણકારી મળ્યા બાદ અમે એક દિવસ પહેલા જ અભિયાન શરૂ કરી દીધું હતું. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.