Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

(જશવંત રાવલ)

(સૌજન્ય: ઉત્તમ ગજ્જર, ગુજરાતી લેક્સિકોન)

‘શબ્દાંજલિ’

ભગવતીકુમાર શર્મા વિગત થયા. એમાં આખા ગુજરાતને ઝાઝો ફેર નહીં પડે; પણ દક્ષિણ ગુજરાત અને વિશેષે સુરતને ઘણો ફેર અને ફટકો પડશે. ભગવતીભાઈથી સુરત ઓળખાતું. ઊંચા ઓટલાવાળાં તળ સુરતનાં મકાનોના ઓટલે સુરતી મિજાજ સાથે સવાર પડતી, ત્યારે દરેક ઓટલે ગોઠવાયેલાઓ સાથે જાણે ભગવતીભાઈ ગોઠડી કરી રહ્યા ન હોય!

ગુજરાતમિત્રમાં "તંત્રીલેખ હું કે એ કે'ની?"નો જવાબ જાણે ભગવતીભાઇ પાસે બેસી કહેતા હોય એમ સુરતીલાલા છાપું કાનોડતા. કોઈ છાપામાં મુખ્ય સમાચાર(હેડ લાઈન) પહેલાં વાચક તંત્રીલેખ વાંચે એ ભગવતીલીલા હતી. કોઈ વણજારાની મૂછના વાળ પર લાખ કોરી ધીરનાર જેવો વિશ્વાસ સુરતને ભગવતીભાઈના શબ્દ પર હતો. સુરતને, દ.ગુજરાતને ખાતરી હતી કે એ કદી નરો વા જોરથી બોલી કુંજરો વા ધીમે નહીં બોલે. શબ્દની આણ એમણે કદી ન ઓળંગી.

આમલીરાનથી સોનીફળીયા સુધી એમણે શબ્દને ભક્ત બોડાણો દ્વારકેશને ડાકોર લાવ્યો તેમ લાવીને પોતાના દેવઘરમાં સ્થાપ્યો હતો. અગ્નિહોત્ર એમનાથી લેવાયું ન હતું પણ શબ્દહોત્ર આજીવન રાખ્યું.

એમના શબ્દમાં ઠાવકાઈ, નરમાશ, નરવાઈ, નમણાઈ અને ગહેરાઈ હતાં; પણ ગરવાઈ સાથેનાં. પત્રકાર-તંત્રીના શબ્દમાં ઉદ્ધતાઈ, ધાક અને ધ્રુજારો સહજ જ પ્રવેશી જતાં હોય છે. ભગવતીભાઈ શબ્દને સાચવી શક્યા હતા. એમનો અખબારી શબ્દ કોઈને આંજી નાખવા નો'તો. એ બોલતા ધીમે ને લખતા પણ ધૈર્યથી. ક્રાંતિના એ મશાલચી ન હતા; પણ ઉત્કાંતિનો દાંડિયો હતા. એમનો આ શબ્દસ્વભાવ એમણે પ્રતિજ્ઞાપત્રની જેમ લખી મૂકેલો...

"દીવાની જેમ ધીમે ધીમે બુઝાઈ જઈશ,

અણધારી લઈ વિદાય તને છક નહીં કરું."

એમણે કદી અણધારી વિદાય ક્યાંયથીય નથી લીધી. ગુજરાતમિત્રમાં એ બટુકભાઇ દીક્ષિતના અનુગામી તરીકે આવ્યા ને અવાયું ને લખાયું ત્યાં સુધી એ ગુજરાતમિત્ર સાથે જ રહ્યા. અખબારોના તંત્રીઓમાં તલાક અને ઘરઘરણાં પ્રણાલી છે. પણ ભગવતીભાઈ એમાં દૃઢવ્રતી રહ્યા. ગુજરાતમિત્ર માલિકાના ભલે રેશમવાળા કુટુંબનું રહ્યું; પણ ઓળખાણ ‘ભગવતીભાઈવાળું મિત્ર’ની બની. એમને હૈયે બે મંજીરાં બજતાં રહ્યાં હરદમ અને અનહદ. સાહિત્ય અને પત્રકારત્વમાં એમણે શબદ બજાવ્યો. એમનું પત્રકારત્વ એટલે તો ઊર્ધ્વમૂલીય બની રહ્યું.

એક વાર અખબારી વિશ્વના વ્યાપની વાતમાં કહેલું કે, ‘‘મારો સૂર્ય તો મારી આંખ જેવડો જ છે. મારી આંખ અસૂર્યલોક (એમની દૃષ્ટિ જન્મજાત નબળી હતી)અસૂર્યલોક છે.’’ છેલ્લે દૃષ્ટિલોપ થયો હતો. કાગળ પર પ્રજ્ઞાચક્ષુ કેડી શોધી દેતાં. એ અખબારી લેખન તો કરતા જ રહ્યા.

ભગવતીભાઈ સુરતના છડીદાર હતા. તાપી એમને વહાલી હતી. સુરતનું કાંગરું તો ઘણું થઈ પડે; પણ કાંકરો ખરે તેય એમને પાલવતું નહીં. 2005ની રેલે એમને રડાવ્યા હતા. ને એ રુઠ્યા હતા. મરતા નેય મેર ન કહેનાર ભગવતીભાઈ બોલ્યા હતા...

"કાળમુખા જળદાનવ, તારું ગજું કેટલું?

કાલ જન્મશે જ્ઞાન આજ જે અઢળક ડૂબ્યાં."

ભગવતી શબ્દ ઉભયલિંગી છે, નામકરણે. એમનામાં પણ સ્ત્રૈણ્ય-પૌરુષનું એવું જ સાયુજ્ય હતું. લખાણમાં ચોટ અને શૈલીમાં માર્દવ એટલે જ અનુભવાય તેમનામાં. એમનો કચકચાવીને કરેલો ઘા પણ કાન્તા ઉરોજે કરેલા નખક્ષતથી વિશેષ ન હોય.

ભગવતીભાઈ આજનાં ત્રાજવે જમણેરી ગણાય; પણ એટલા કટ્ટર નહીં કે કુદરતી હાજતેય ડાબોડી ન થાય.

ભગવતીભાઈની વિદાયથી સૌમ્ય શબ્દ વિરમે છે. સુરતને હોંકારનાર અને હોંકારો દેનાર ગયો.

સુરતના નગર રખેવાળ અરદેશર કોટવાળ હતા. ભગવતીભાઈ સુરતના નગરશિક્ષક હતા. સુરતની સુર(ત)તાના રખેવાળ હતા. શબ્દ ઘુટીઘુંટી એમણે સુરતને સીંચ્યું.

સુરત આજે ભગવતીભાઈ વિનાનું છે.

હેં ? કેવો અવિનાભાવ!

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ