ભારતની મેજબાનીમાં યોજાઈ રહેલી જી 20 શિખર સમ્મેલનની શરુઆત થઈ ચુક્યું છે. આ સમ્મેલનમા ભાગ લેવા માટે વિશ્વનાભરના ટોચના નેતાઓ દિલ્હી આવી પહોચ્યા છે. ટોચના દરેક નેતાઓ આજે મહત્વપુર્ણ મુદ્દાઓ પર ચર્ચા શરુ કરવા માટે કાર્યક્રમના સ્થળ ભારત મંડપમ, પ્રગતિ મેદાન દિલ્હી ખાતે શરુ કરવામાં આવેલા ભારત વ્યાપાર સંવર્ધન પરિસર (ITPO)માં એકત્ર થયા છે.
માહિતી પ્રમાણે પહેલું સત્ર વન અર્થ સવારે 10.30 કલાકે શરુ કરવામાં આવ્યું હતું. આ જળવાયુ કાર્યવાહીમાં બાબતે ઝડપ લાવવા માટે તેમજ જેટલુ થઈ શકે તેટલું વૈશ્વિક શુધ્ધ -શૂન્ય ઉત્સર્જનના એજન્ડાને મજબુત કરવા માટે ચર્ચાઓ કરવામાં આવશે. આ મુદ્દા પર નેતાઓની વચ્ચે સતત ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે બપોરના ભોજન બાદ બીજા સત્રનો પ્રારંભ થશે. જેમા 'વન ફેમિલી' (એક પરિવાર) ની થીમ પર આધારિત રહેશે.