ગ્લોબલ સાઉથનું અગ્રણી જૂથ આફ્રિકન યુનિયન પણ G20માં જોડાયું છે. પીએમ મોદીના પ્રસ્તાવને તમામ સભ્ય દેશોએ સ્વીકારી લીધો છે. સમિટમાં વૈશ્વિક નેતાઓની તાળીઓના ગડગડાટ વચ્ચે મોદીએ કહ્યું કે, તમારા બધાના સમર્થનથી હું આફ્રિકન યુનિયનને G20માં સામેલ થવાનું આમંત્રણ આપું છું. તે પછી, વિદેશ પ્રધાન એસ જયશંકર આફ્રિકન યુનિયન (AU)ના પ્રમુખ અઝાલી અસોમાનીને G-20 ટેબલ પર તેમની બેઠક લેવા માટે લાવ્યા. AU એક પ્રભાવશાળી સંસ્થા છે, જેમાં 55 સભ્ય દેશોનો સમાવેશ થાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં પોતાનું સંબોધન કર્યું હતું. PMએ આફ્રિકન યુનિયનને G20નો સભ્ય બનાવ્યો છે. તેમણે આ જાહેરાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આતંકવાદ, સાયબર સુરક્ષા અને અર્થવ્યવસ્થા વિશે વાત કરી હતી.