દિલ્હીમાં આયોજીત જી 20 શિખર સંમેલનની આજથી શરુઆત થઈ ગઈ છે. જી 20 સમિટના ઉદ્ધાટન ભાષણમાં પીએમ મોદીએ સૌથી પહેલા મોરક્કોમાં આવેલા ભૂકંપ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તમામ અતિથિઓનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, અઢી હજાર વર્ષ પહેલા ભારતની ધરતી પર સમગ્ર વિશ્વને એ મેસેજ આપ્યો હતો કે, માનવતાના કલ્યાણ અને સુખ સદૈવ સુનિશ્ચિત કરવામાં આવે. આ સંદેશને યાદ કરીને જી 20ની શરુઆત કરીએ. આ એ સમય છે, જ્યારે વર્ષો જુના પડકારો આપણી પાસે નવા સમાધાન માગી રહ્યા છે.
દિલ્હીમાં આયોજીત જી 20 શિખર સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે, કોવિડ-19 બાદ વિશ્વમાં બહુ મોટુ સંકટ વિશ્વાસના અભાવે આવ્યું છે. યુદ્ધે ટ્રસ્ટ ડેફિસિટને વધારે ગાઢ કર્યું છે. જ્યારે આપણે કોવિડને હરાવી શકીએ છીએ તો આંતરિક વિશ્વાસ તરીકે આવેલા સંકટને પણ હરાવી શકીએ છીએ. આપણે બધા મળીને ગ્લોબલ ટ્રસ્ટ ડેફિસિટને એક વિશ્વાસ અને એક ભરોસામાં બદલીએ. આ સૌને સાથે મળીને ચાલવાનો સમય છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસનો મંત્ર આપણા બધા માટે પથ પ્રદર્શક બની શકીએ છીએ. ભારતની જી 20 પ્રેસિડંસી દેશની અંદર અને દેશની બહાર INCLUSION નું સૌના સાથનું પ્રતીક બની ગઈ છે.