બનાસકાંઠામાં રીંછને ઠાર મારવા મુદ્દે મેનકા ગાંધી રોષે ભરાયા. તેમણે કહ્યું કે, મેં વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને 5 વાર ફોન કરી, રીંછના રેસ્ક્યુ માટે અંગત ખર્ચે મોકલેલી. પણ તે પહેલાં રીંછને મારી નખાયું. કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, ઉચ્ચ અધિકારીની રીંછને નહીં મારવાની ખાતરી છતાં મારી નાખ્યું. તેમણે અધિકારીને જૂઠા કહી, બરતરફીની માગ કરી. રાજ્યના વનમંત્રી કહ્યું કે, અમારે નાછૂટકે રીંછ મારવું પડ્યું.