સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનાં ચુકાદામાં એવું ઠરાવ્યું હતું કે તપાસ સંસ્થા દ્વારા જો નિશ્ચિત સમયમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી ન હોય તો આરોપીને જામીન મેળવવાનો અબાધિત અધિકાર છે. CrPCની કલમ ૧૬૭ મુજબ આરોપીને કરવામાં આવનાર સજા ૧૦ વર્ષની હોય કે આજીવન કેદની હોય તો તપાસ સંસ્થાએ ૯૦ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવી પડશે જ્યારે કેદની સજાનો ગાળો ૧૦ વર્ષથી ઓછો હોય તો ૬૦ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવી પડશે. ચાર્જશીટ ફાઈલ કરવામાં આવ્યા પહેલાં ૯૦ દિવસનો સમયગાળો પૂરો થયા પછી જો ડિફોલ્ટ જામીન માટેની અરજી કરવામાં આવી હોય તો તેવા સંજોગોમાં ડિફોલ્ટ જામીનનાં અધિકાર પૂરા થઈ જાય છે. બેન્ચે કહ્યું હતું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવી છે ત્યારે તેની વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો પણ ધ્યાનમાં લેવાનો છે.