ધ એસોસિયેશન ઓફ ઇન્ડિયન્સ ઓફ અમેરિકા, ન્યુ યોર્ક ચેપ્ટર દ્વારા ન્યુ યોર્કમાં ફંડરેઇઝર ઇવેન્ટ યોજાઈ હતી. આ સંસ્થા અમેરિકામાં સૌથી જૂની ભારતીય અમેરિકી સંસ્થાઓમાંની એક ગણાય છે. આ ઇવેન્ટમાં ટ્રાયસ્ટેટ એરિયામાંથી 250થી વધુ અગ્રણીઓ – મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડો. દત્તાત્રેયુડુ નોરી, કલ્પના અને અમિત દોશી, ડો. સુધા અને ડો. સુધીર પરીખ, અસ્મિતા અને અરુણ ભાટિયાનો સમાવેશ થતો હતો.