બેન્કો સાથે રૂ. ૯,૧૦૦ કરોડના લોન કૌભાંડના આરોપીઓ નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશમાં સ્થિત રૂ. ૯,૭૭૮ કરોડની મિલકતો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા ટાંચમાં લેવામાં આવી છે.ઇડીના જણાવ્યા મુજબ ટાંચમાં લેવાયેલી મિલકતોમાં સ્ટર્લિંગના પ્રમોટરો સાંડેસરાબંધુઓની લંડન ખાતેનો બંગલો અને પ્લેન,નાઈજીરિયા ખાતેના તેલ કૂવાનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ સરકાર દ્વારા સાંડેસરાબંધુઓ, દીપ્તિ સાંડેસરા અને હિતેશ પટેલના પ્રત્યર્પણ માટે પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સાંડેસરાબંધુઓ તથા દીપ્તિ સાંડેસરા હાલ નાઈજીરિયામાં છુપાયા હોવાની માહિતી સરકારને મળી છે.