એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મની લોન્ડરિંગ કાયદા હેઠળ હોંગકોંગમાં નીરવ મોદીની ગ્રૂપ કંપનીઓના કેસમાં રૂ. 253.62 કરોડના મૂલ્યની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિમાં દાગીના અને બેન્ક ડિપોઝિટનો સમાવેશ થાય છે.
આ સાથે નીરવ મોદીના કેસમાં ભારત અને વિદેશમાં જપ્ત અને ટાંચમાં લેવાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 2,650.07 કરોડ થયુ છે એવુ ઇડીએ જણાવ્યુ છે.
ઇડીના જણાવ્યા અનુસાર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 14,000 કરોડની છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.