સોમવારથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. સરકાર કૃષિ કાયદાઓને પરત લેનારા બિલને આ સત્ર દરમિયાન રજુ કરશે સાથે જ અન્ય 25 જેટલા બિલ રજુ કરવામાં આવશે. સરકાર કૃષિ કાયદા પરત લેવા તૈયાર થઇ ગઇ છે
પણ ટેકાના ભાવ માટે કાયદો લાવવાની માગ ખેડૂતો કરી રહ્યા છે જેને વિપક્ષ સમર્થન આપશે અને આ સત્રમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બની રહેશે. રવિવારે આ સત્રને લઇને સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી જેમાં વિપક્ષે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે અને ઘણા મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી દર્શાવી છે.