પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને કોરોના વાયરસ ના પ્રસારને રોકવા માટે 13 મોટા સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટ રેટ 25 માર્ચ, 2021 થી રૂ 50 થી ઘટાડીને 30 રૂ કરવામાં આવ્યો છે.
આ માહિતી આપતાં મંડળ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવા ડિવિજન દ્વારા લીધેલા નિર્ણય મુજબ 25 માર્ચથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામાખ્યાલી, પાટણ, ઊંઝા , સિદ્ધપુર, સાબરમતી (ધર્મનગર) અને સાબરમતી (જેલ તરફ) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ 30 રહેશે.
આ સિવાય બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રેટ 10 રૂ રહેશે. આ માટે ટિકિટ વિંડો પર સ્ટીકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. મુસાફરોને વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરવા વિનંતી છે.