ભારત સરકારમાં ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ બુધવારથી ગુજરાત આવી રહ્યા છે. આગામી દિવાળીના તહેવારો તેઓ પરિવાર સાથે અમદાવાદમાં ઊજવશે. પેટા ચૂંટણીમાં આઠમાંથી આઠ બેઠકો પર વિજય મેળવ્યા બાદ અમિત શાહના આગમનથી ભાજપના કાર્યકરો- નેતાઓમાં ઉત્સાહ બેવડાયો છે. ૧૧ નવેમ્બરને બુધવારે ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છ- ભૂજ પહોંચવાના છે. કચ્છમાં ૧૦૬, પાટણના ૩૫ અને બનાસકાંઠાના ૧૭ એમ કુલ ૧૫૮ ગામોની સરહદ સાથે જોડાયેલા છે. આ ગામોની પંચાયતોના પદાધિકારીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ ધોરડોમાં બેઠક યોજવાના છે. ગૃહમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ શાહ પ્રથમ વખત કચ્છ જઈ રહ્યા છે, બીજી તરફ સરહદી ક્ષેત્રોના ગામોના આગેવાનો સાથે પહેલી વખત કેન્દ્રીય ગૃહમંત્રી ધોરડો ખાતે મળી રહ્યા છે. ૧૨ નવેમ્બરને ગુરુવારે આ કાર્યક્રમ બાદ સાંજે અમિત શાહ અમદાવાદ પહોંચશે. જ્યાં પરિવાર સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરશે એમ મનાય છે.