Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાર ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભરોસે એનડીએની નૈયા પાર થવાની આશા છે. આ વખતે ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી 12 રેલી કરવાના છે. જે ફક્ત ભાજપ માટે જ નહીં પરંતુ આખા એનડીએ માટે હશે. આ દરમિયાન મંચ પર સીએમ નીતિશકુમાર પણ હાજર રહેશે. પટણામાં એનડીએ તરફથી પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપવામાં આવી. 
આ તારીખો પર હશે પીએમ મોદીની રેલીઓ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી તમામ રેલીઓ એનડીએ માટે રહેશે. તેમની સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહેશે. જ્યાં સીએમ નીતિશકુમાર નહીં હોય ત્યાં તેમના પક્ષના નેતા હાજર રહેશે. પીએમ નરેન્દ્ર મોદી 12 રેલીઓ કરશે. 23 ઓક્ટોબરે સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીઓ હશે. 28 ઓક્ટોબરે દરભંગા, મુઝફ્ફરનગર અને પટણામાં રેલીઓ કરશે. એક નવેમ્બરે છપરા, પૂર્વ ચંપારણ અને સમસ્તીપુરમાં રેલીઓને સંબોધશે. 3 નવેમ્બરે પશ્ચિમી ચંપારણ, સહરસા અને ફારબિસગંજમાં રેલીઓ કરશે. એનડીએની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, રવિશંકર પ્રસાદ, મંગલ પાડે, જેડીયુમાંથી સંજય ઝા, હમમાંથી દાનિશ રિઝવાન અને વીઆઈપીના પ્રવક્તા હાજર રહ્યા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ