દેશમાં કોરોનાના કોહરામ વચ્ચે અર્થતંત્રને ધબકતું રાખવા કેન્દ્ર સરકારે અનલોક ૫.૦માં ૧૫મી ઓક્ટોબરથી ૫૦ ટકા ક્ષમતા સાથે સિનેમાગૃહ, એન્ટરટેનમેન્ટ પાર્ક, એક્ઝિબિશન હોલ, મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી આપી છે. સરકારે ૧૫મી ઓક્ટોબરથી શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડયો છે. બુધવારે જારી કરેલી ગાઇડલાઇનમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, ૫૦ ટકા ક્ષમતા અથવા તો મહત્તમ ૨૦૦ પ્રેક્ષક સાથે સિનેમાહોલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ ખોલી શકાશે.