Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

iORA પોર્ટલથી નાગરિકો માટે બિનખેતી, પ્રીમિયમ અને બોનાફાઈડ જેવી પરવાનગી પહેલાથી ઓનલાઈન ઉપલબ્ધ છે. તદ્ઉપરાંત વારસાઈ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી ૨૭ વિવિધ સેવાઓ પણ સિંગલ વિન્ડો સિસ્ટમથી કાર્યરત છે ત્યારે હવે અધિકારીઓ દ્વારા તમામ પ્રકારની મહેસૂલી પરવાનગીઓ, હકપત્રકની નોંધો અને મહેસૂલી કેસોની તપાસ પણ ઓનલાઈન થશે. તેના માટે મહેસૂલમંત્રી કૌશિક પટેલે ”ઇન્ટિગ્રેટેડ રેવન્યૂ ઇન્સ્પેક્શન સિસ્ટમ” – ૈઇૈંજીને સોમવારે લાંેચ કરી હતી.
મહેસૂલ વિભાગમાં વહીવટી સ્તરે ઇન્ટિગ્રેટેડ રેવન્યૂ ઇન્સ્પેક્શન સિસ્ટમ ઓનલાઈન થતા હવેથી અધિકારીઓને સમયસર કામ કરવંુ પડશે. મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી દ્વારા તમામ મહેસૂલી કચેરીઓની તબક્કાવાર તપાસ થાય છે. ટેક્નોલોજીના સમયમાં તપાસની પ્રક્રિયા પણ ઓનલાઈન થાય તે માટે મહેસૂલ વિભાગે આ નિર્ણય કર્યો છે. તેમ જણાવતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, તપાસણી ઓનલાઈન થવાથી સમય, નાણાંની બચત સાથે ગુણવત્તાસભર તપાસ થશે અને સમગ્રતયા કાર્યક્ષમ રીતે મહેસૂલી કામગીરી થશે. જો કે, જે બાબતોમાં મહેસૂલી કચેરીઓની ભૌૈતિક ચકાસણી કરવાની હોય તે માટે ઇન્સ્પેક્શન ટીમ જિલ્લા કચેરીએ જઈને તપાસ કરશે. સિસ્ટમના લોન્ચિંગ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, જમીન સુધારણા સચિવ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ