Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. તો બીજી તરફ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) મુજબ આગામી ૩ થી ૨૧મી એપ્રિલ દરમિયાન ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓની આ પરીક્ષાનો કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં સમાન રહેશે. આ સાથે તમામ સ્કૂલોનું ટાઈમટેબલ પણ એક સમાન રહેશે. તમામ શાળામાં એક સાથે પરીક્ષા લેવાનું આયોજન હોવાથી તંત્ર કવાયતમાં લાગ્યું છે. ધોરણ ૫ અને ૮ સિવાયના વિધાર્થીઓને નપાસ નહીં કરાય. ધોરણ ૩થી ૪ના વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્રમાં જ જવાબો લખવાના રહેશે. જ્યારે ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓને અલગ ઉત્તરવહીમાં જવાબો લખવાના રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ