ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવના વધુ 95 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 32 કેસ છે. બીજી તરફ 24 કલાકમાં વધુ એક દર્દીનું મોત સ્વાઇન ફ્લૂના કારણે નીપજ્યું છે. આ સાથે જ કેલેન્ડર વર્ષ 2019માં અત્યારસુધીમાં સ્વાઇન ફ્લૂમાં કુલ મૃત્યુનો આંકડો 104ને પાર કરી ગયો છે.