નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ ખાતે આયોજિત સમારોહને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, LACથી LOC સુધી વિશ્વ શક્તિશાળી ભારતને જોઇ રહ્યું છે. ભારતને એક દિવસ મજબૂત અને શક્તિશાળી દેશ તરીકે જોવાના નેતાજીના સ્વપ્નને દેશ અનુસરી રહ્યો છે. આજે ભારતના સાર્વભૌમત્વને પડકાર આપનાર કોઇપણને દેશ જડબાતોડ જવાબ આપી રહ્યો છે. આજે વિશ્વ એલએસીથી એલઓસી સુધી નેતાજીના સ્વપ્નના શક્તિશાળી ભારતનો અવતાર જોઇ રહ્યું છે. નેતાજીએ એકસમયે દેશની જનતાને સ્વતંત્ર ભારતની આશા નહીં ગુમાવવા કહ્યું હતું.